તમારા મોબાઇલ ને હેકિંગ થી કેવી રીતે બચાવશો તે જાણો

આજકાલના રોજિંદા અને ડિજિટલ યુગમાં મોબાઇલનું ખૂબ જ મહત્વ છે. મોબાઈલ દ્વારા ઘણું બધું કામ સરળતાથી થાય છે જેમકે, વ્યાપારીઓ સરળતાથી વ્યાપાર કરી શકે છે , બાળકો સરળતાથી ભણી શકે છે, લોકો ચેટ અથવા કોલ દ્વારા વાત કરી શકે છે, ઓનલાઈન ખરીદી કરી શકે છે, ઇન્ટરનેટના માધ્યમ દ્વારા પૈસાની લેવડદેવડ તમે સરળતાથી કરી શકો છો અને સ્માર્ટફોન દ્વારા જરૂરી માહિતી  ઇન્ટરનેટ પરથી મેળવી શકે છે. પરંતુ મોબાઇલના જેટલા ફાયદા છે તેમજ તેના ઘણા બધા ગેરફાયદા પણ છે.જેમાંથી એક મોબાઇલ હેકિંગ છે પરંતુ તમારા મોબાઇલ ને હેકિંગ થી કેવી રીતે બચાવશો તે સમજતા પહેલા આપણે સમજીએ કે હેકિંગ શું છે અને તે કોના દ્વારા કરવામાં આવે છે, અને તેનો ઉદ્દેશ શું છે.

હેકિંગ એટલે શું ?

હેકિંગ એક પ્રક્રિયા છે જેમાં કોઈ વ્યક્તિ તમારા જાણ વગર તમારા મોબાઈલનો વપરાશ કરી શકે છે તમારા મોબાઇલમાં રહેલા ફોટા , મેસેજ અને અન્ય વસ્તુ પણ જોઈ શકે છે અને તે પ્રક્રિયા ફક્ત મોબાઇલ માટે જ નહીં પરંતુ કોમ્પ્યુટર્સ અને તમામ ડિજિટલ વસ્તુમાં લાગુ પડે છે. ઉદાહરણ તરીકે સમજીએ તો તમારું સોશિયલ મીડિયા નું એકાઉન્ટ તમારી જાણ વગર કોઈ બીજો વ્યક્તિ વપરાશ કરી રહ્યો છે.

હેકિંગ કરનારા લોકોને હેકર્સ કહેવામાં આવે છે અને આ હેકર્સ નો ઉદ્દેશ અલગ અલગ હોઈ શકે છે જેમ કે હેકિંગ સારા અને ખરાબ બંને કામો માટે થાય છે જે લોકો સારા કામો માટે હેકિંગ કરે છે તેવા લોકોને  વ્હાઇટ હેટ હેકર્સ કહેવામાં આવે છે અને જે લોકો ખરાબ ઉદ્દેશ સાથે હેકિંગ કરે છે તેવા લોકોને બ્લેક હેટ હેકર્સ કહેવામાં આવે છે

મોબાઈલ હેકિંગ પ્રક્રિયા

હવે જોઈએ કે મોબાઈલ હેકિંગ કઈ રીતે થાય છે ઉદાહરણ તરીકે સમજીએ તો હેકર્સ તમારા મોબાઇલ ની અંદર એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવે છે અને  એ એપ્લિકેશન ઇન્સ્ટોલ કર્યા પછી હેકર્સ તમારા મોબાઈલ ને વાપરી શકે છે અને એ તમારા મોબાઇલ માંથી ફોટા લઈ શકે છે  કોઈ બીજા મોબાઇલમાં મેસેજ કરી શકે છે , મોબાઇલમાં રહેલા અગત્યના ડોક્યુમેન્ટસ પણ વાપરી શકે છે અને તેનો દૂરઉપયોગ પણ કરી શકે છે, તમારા whatsapp facebook instagram જેવા સોશિયલ મીડિયા એકાઉન્ટ તમારા જાણ વગર વાપરી શકે છે અને તેમાં ફેરફાર પણ કરી શકે છે.

મોબાઈલ હેકિંગ થી કઈ રીતે બચવું

  1. તમારા મોબાઇલમાં કોઈપણ એપ્લિકેશન play store પરથી જ ઇન્સ્ટોલ કરવી અને  ઇન્સ્ટોલ કરતા પહેલા તેમાં પૂછેલી પરમિશન  ધ્યાનથી વાંચવી.(મોબાઈલની પરમિશન એટલે કે તે એપ્લિકેશન અમુક વસ્તુઓ તમારા ફોનમાંથી વાપરશે ઉદાહરણ તરીકે કોઈ ફોટો એડિટિંગ ની એપ્લિકેશન હશે તો તે તમારા મોબાઇલની ગેલેરી નો એક્સેસ અથવા પરમિશન માંગશે).
  2. કોઈપણ અજાણી વ્યક્તિઓને OTP નંબર આપવો નહીં.
  3. તમારા મોબાઇલને ટાઈમ સર અપડેટ કરવો અને એપ્લિકેશન પણ Play store પરથી અપડેટ કરવી.
  4. તમારા સોશિયલ એકાઉન્ટ નો પાસવર્ડ સમયાંતરે બદલતો રહેવો જોઈએ અને તેમાં ટુ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવું જોઈએ.
  5. જો બ્લુટુથ ની જરૂર ન હોય તો તેને બંધ રાખો.
  6. જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, એરપોર્ટ ,બસ સ્ટેશન જેવા સ્થળોએ  મફતમાં આપવામાં આવતા વાઇફાઇ નો ઉપયોગ ધ્યાનથી કરવો જોઈએ.
  7. જાહેર સ્થળોમાં આપવામાં આવતા ચાર્જિંગ પોઇન્ટ પર ફોન ચાર્જ કરવો નહીં કારણકે હેકર્સ એ પોઇન્ટ પરથી તમારા ડેટા ચોરી શકે છે.
  8. કોઈપણ અજાણી વ્યક્તિને તમારો ફોન આપવો નહીં.
  9. તમારા મોબાઇલમાં જે ઇમેલ આઇડી હોય તેનો પાસવર્ડ કોઈને આપવો નહીં.
  10. તમારું સીમકાર્ડ કોઈ વ્યક્તિને આપવું નહીં.

જેવી રીતે ટેકનોલોજી અને ડિજિટલ યુગ આગળ વધી રહ્યો છે તેવી જ રીતે સાયબર ક્રાઈમ પણ વધી રહ્યા છે તો ઉપરના આપેલા તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમારા અને તમારા કુટુંબીજનોના મોબાઇલ તથા ડિજિટલ ડિવાઇસને હેક થતા બચાવો.

અને તમેજો સાયબર સુરક્ષા વિશે વધુ જાણવા માંગતા હો તો નીચેની લીંક પર ક્લિક કરો

Link > click here

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *